-->
12-Sep-2021 12:15:40

આ જાદુઈ રીતે લો શ્વાસ, Coronavirus સામે રક્ષણ કરવામાં કરશે મદદ

Breathing Tips: આ જાદુઈ રીતે લો શ્વાસ, Coronavirus સામે રક્ષણ કરવામાં કરશે મદદ


Breathing Tips: આ જાદુઈ રીતે લો શ્વાસ, Coronavirus સામે રક્ષણ કરવામાં કરશે મદદ
  • આખી દુનિયા કોરોના વાયરસથી (Coronavirus) સંઘર્ષ કરી રહ્યું છે. વર્ષ 2021 માં ભારતમાં કોરોના કેસની (Corona Cases In India) સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે દેશ પણ ઓક્સિજનની અભાવ (Oxygen Crisis In India) સાથે સંઘર્ષ કરી રહ્યો છે

નવી દિલ્હી: આખી દુનિયા કોરોના વાયરસથી (Coronavirus) સંઘર્ષ કરી રહ્યું છે. વર્ષ 2021 માં ભારતમાં કોરોના કેસની (Corona Cases In India) સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સાથે દેશ પણ ઓક્સિજનની અભાવ (Oxygen Crisis In India) સાથે સંઘર્ષ કરી રહ્યો છે. આ સમયે, કોરોના સંક્રમણ (Corona Infection) ફેફસાને સંક્રમિત કરી વ્યક્તિની શ્વાસ લેવાની ક્ષમતાને સીધી અસર કરી રહ્યો છે. જાણો શ્વાસ લેવાની જાદુઈ રીત (Breathing Tips For Covid), જેથી તમે કોરોના કાળમાં પણ ફિટ રહી શકશો.

ઉંડી શ્વાસમાં મજબૂત થશે ફેફસા
કોરોના વાયરસના (Coronavirus) નવા સ્ટ્રેનમાં એન્ટિજન (Antigen Test) અને આરટીપીસીઆર (RTPCR) રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ એચઆરસીટી (HRCT) રિપોર્ટમાં ફેફસામાં કોરોના સંક્રમણની (Coronavirus In Lungs) પુષ્ટી થઈ રહી છે. નવા સ્ટ્રેન ફેફસા માટે ઘણો જોખમી સાબિત થઈ રહ્યો છે અને તેના કારણે લોકો વધુ પરેશાન થઈ રહ્યા છે. શ્વાસ સાથે સંબંધિત એક્સરસાઈઝ (Breathing Exercise) કરવાથી ફેફસાને મજબૂત રાખી શકાય છે અને ઓક્સિજન લેવલને નોર્મલ (Oxygen Level Normal) રાખવામાં પણ મદદ મળે છે.

જાણો શ્વાસ લેવાની જાદુઈ રીત
માય ઉપચારમાં છપાયેલા લેખ અનુસાર, ઘણા લોકોને ઉંડો શ્વાસ (Deep Breathing Exercise) લેવાની યોગ્ય રીત નથી જાણતા. કોરોના કાળ દરમિયાન ફેફસાંને મજબૂત બનાવવા માટે ઉંડા શ્વાસ લેવાની શ્રેષ્ઠ રીત જાણો (Deep Breathing Exercise For Lungs).

1. ફેફસાંમાં ઉંડા શ્વાસ લેતા પહેલા કોઈ શાંત અને પ્રાકૃતિક જગ્યા પર મેટ પાથરીને સૂઈ જાઓ. માથું અને ઘૂંટણની નીચે ઓશીકું રાખો. ખુરશી પર બેસીને તેનો અભ્યાસ પણ કરી શકાય છે, પરંતુ ધ્યાન રાખો કે ખુરશી પીઠ, ખભા અને ગળાને ટેકો આપે તેવી હોવી જોઇએ.

2. તમારી આંખો બંધ કરો અને આસપાસના વાતાવરણ, હવા, ઝાડ અને પક્ષીઓના અવાજોને અનુભવો. તેમને સાંભળતી વખતે, ધીમે ધીમે પેટમાં ઠંડા શ્વાસ ભરો. શક્ય તેટલું શ્વાસ પકડો, અને પછી ધીમે ધીમે છોડો.

3. આ અભ્યાસ કરતી વખતે તમારો એક હાથ પેટ પર અને બીજો હાથ છાતી પર રાખો. ધ્યાનમાં રાખો કે જ્યારે તમે શ્વાસ લો ત્યારે લાગે છે કે હવામાં હાજર ઓક્સિજન ફેફસાંને મજબૂત બનાવે છે. જ્યારે તમે શ્વાસ બહાર કાઢો ત્યારે અનુભવો કે શ્વાસ બહાર કાઢતા શ્વાસ સાથે શરીરની બધી નકારાત્મકતા અને બીમારી બહાર નીકળી રહ્યા છે.

4. શ્વાસ લેવા અને છોડવાનો સમયગાળો સમાન હોવો જોઇએ. શ્વાસ લેતી વખતે મનમાં 5 ની ગણતરી કરો અને બહાર નીકળતા સમયે તે જ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો. આ સ્થિતિમાં શ્વાસ લેવાનો અને છોડવાનો સમય સમાન હોવો જોઇએ.

5. શ્વાસ લેવાની કસરત કરતી વખતે કેટલાક ઢીલા અને આરામદાયક કપડાં પહેરો. ખૂબ જ આરામથી શ્વાસ લો અને મુક્ત કરો. તેમાં વધારે શક્તિ ના લગાવો. આ ખૂબ જ સરળતાથી 10 થી 20 મિનિટ સુધી કરો.

Stay Safe Stay Healthy

By Shivam Lab Staff

Print Friendly and PDF