ચેતન પટેલ/સુરત :કોરોના વાયરસથી બચાવવા અનેક દવાઓ અને ઈન્જેક્શન માર્કેટમાં આવી ગયા છે. વાયરસને ડામવા માટે અનેક નવા પ્રયોગો કરવામા આવે છે. અનેક કંપનીઓ રિસર્ચ કરે છે. આ વચ્ચે અનેક દવા કોરોના સામે માણસોનું રક્ષણ કરે છે. સુરત શહેરમાં કોરોના કેસ વધતા ડોક્ટરો દ્વારા લોકોને ખાસ દવા લેવા અપીલ કરી છે. આ દવા છે મેથિલિન બ્લૂ (methylene blue).
- વર્ષો જૂની આ દવાને WHOએ સુરક્ષિત દવાઓની શ્રેણીમાં મૂકી છે. એટલું જ નહીં, અનેક જગ્યાએ આ દવાની ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવાની હોય છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે. સુરતના ડૉ. ચંદ્રેશ જરદોશે જણાવ્યું કે, મેથિલિન બ્લુ (methylene blue) નામની દવાથી કોરોના દર્દીનું ઓક્સિન લેવલ વધે છે.
- WHO ની સુરક્ષિત દવાની શ્રેણીમાં આ દવા સામેલ છે. કોરોનાના દર્દીઓની સાથે સામાન્ય વ્યક્તિ આ દવા લઈ શકે. કો મોરબીટ દર્દીઓ પણ આ દવા લઈ શકે છે. માત્ર કિડનીના દર્દીઓ આ દવા નહિ લઈ શકે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસો વધતા ડોક્ટરો દર્દીઓને આ દવા આપી રહ્યા છે.
- આ દવાની ખાસિયત એ છે કે, આ ખૂબ જ સસ્તી દવા છે, માટે ઓછા રૂપિયામાં લોકો આ દવાનો ઉપયોગ મોઢાથી કરી શકે છે. મેથિલિન બ્લુને રામબાણ ઈલાજ હોવાનો દાવો કરી રહ્યા છે. અનેક જગ્યાએ આ દવાની ફર્સ્ટ ટ્રાયલ પણ થઈ ગયું છે. મોઢામાં માત્ર 1 મિનિટ સુધી દવા રાખી ગળી જાવાની હોય છે. બીપી, ડાયાબિટીસના દર્દીઓ પણ લઈ શકે છે.
Post a Comment